SwagVideoStatus
Login || Signup

ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને,પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.

લાગણીઓનો જમાનો છે સાહેબ ,હુ સ્ટેટસ મૂકું ને,તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?

ફક્ત “નામ “નહીં પણ “માન ” ,સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ.બાકી બધુ…Formality

ખુશી ઓ જ તો તરસે છે મને મળવા માટે.અને ગમ તો ના પૂછો જાણે જીગરી યાર છે મારા

કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

જિંદગી જીવવા માટે બની હતી ,અને મેં તો રાહ જોવામાં જ વિતાવી દીધી

પ્રેમ એટલે લેવાઈ રહેલા શ્વાસ માં પણ તારા ધબકારાની ઉણપ…

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

જો મળી જાત બધાને પોતાની મહોબ્બતની મંઝિલતો પછી રાતના અંધારામાં શાયરી કોણ કરત?

કોઈ વાર મળશે ભગવાન તો ચોક્કસ થી પુછીશ કે…હ્રદય આપવાનું ખરેખર કારણ શું હતું…?

દરેક ઘર નું સરનામું તો હોય પણ,ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!

” બેફામ ” તોય કેટલું થાકી જવું પડ્યું ,નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી .

ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.

મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છેસાહેબ,બાકી સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે…

જાણે છે, છતાય અનજાન બને છે,એમ કેમ મને હેરાન કરે છે,મને પુછે છે કે તમને કોણ ગમે છે,

મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે..તારી મારા માટે સતત વહેતીનિર્દોષ લાગણીઓ નો અહેસાસ.

બ્લોક કરીદે મને,નઇતર પ્રેમ થઇ જશે તને.

માત્ર આધાર છે સૌ રજૂઆત પર,વાત તો ક્યા કોઇની નવી હોય છે.

મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે,થોડી તકલીફ પડે પણ દુનિયા ના દર્શન એની અંદર જ થઈ જાય ..!!

રિસ્ક હંમેશા મોટું લો,જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,હારી જશો તો સલાહકાર.

જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે,એ જ તમને ચેન્જ કરી શકે છે…

જે દાદર તમને નીચે લાવે છેતેજ દાદર તમને ઉપર લઈ જાય છેતમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.

લે નજર મારી ઉધાર આપું,જો પછી દિવાનગીની શું મજા છે.

પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.

બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.

વરસાદના છાંટા શીખવે છે કે…જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી,ફક્ત માણી શકાય છે…!!!

દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય,પણ માબાપની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તોસાહેબ..,આપણે અભણ છીએ.

જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.

કોઈ વસ્તુ ખરાબ નથી હોતી,બસ સમય સમય ની વાત છે,જો બાજુની સ્કુટી પર ખુબસુરત છોકરી હોય તો,ટ્રાફીક જામ પણ સારો લાગે છે.

ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ,ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.

ડિગ્રી ઓ માત્ર કમાતા શીખવે છે, પણ,જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે છે.

સ્મશાનમાં માણસો ને હાજરી પુરવા નો ઉમળકો છે…..ક્યાં હતા એ…જ્યારે અંદરથી સળગતો હતો…?

શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે…??‘બાદ’ થઇ જવું પડે છે..‘બાકી’ થી….!!

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?

માણસ ઉંમરલાયક તો થાય છે…પણ…….ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે….

નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, *’દુનિયામાં બધા દુઃખી કેમ છે?’ ભગવાને હસીને કહ્યું, ‘સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.’

જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ “જયાં સમજણ” અને “સત્ય” હાેવા છતા નિર્ણય” લઈ શકાતેા નથી જગત “સમજે ના સમજે” તમે સમજી જાવ. “જીત” ના બેજ માર્ગ “ખમીજાવ” કા “નમીજાવ”

પુસ્તક હારીને ટેબલનાં ખૂણામાં પડ્યું છે, અને આંગળીઓ બધી મોબાઈલે જીતી લીધી છે…!!!

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતામોટો હોય છે !!

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

એક વાર ભગવાન અને માણસ નો ભેટો થયોબન્ને જણા ના મનમાં એકજ વિચાર આવ્યો..*મને બનાવવા વાળો આવ્યો…

મોઢા પર બોલનાર વ્યક્તિ નીવાત કડવી જરૂર લાગશે પણ તેક્યારેય તમને દગો નહીં આપે…કોઈ ના હૃદય માં રેહવુંએ દુનિયા નું સૌથી મોંઘુદસ્તાવેજ વાળું ઘર છે..

જીતી ને ઝુકીએ..અને..હસી ને હારીયે..!!સંબંધો ને સોના ના વરખ થી નહિ…. પણ,હૈયા ના હરખ થી શણગારીએ…

શમા ઔર પરવાનેકી હાલતસે યહ જાહિર હુઆ,જિંદગીકા આનંદ કુછ જલજલકે મર જાને મેં હૈ.

પથ્થરમાં ભગવાન છેએ સમજાવામાંધર્મ સફળ રહ્યો છેપણ,માણસમાં ભગવાન છેએ સમજાવામાંધર્મ નિષ્ફળ રહ્યો છે…

“ધીરજ”એક એવી સવારી છે,જે તેના પર બેઠેલા માનવી નેકયારેય નીચે પડવા દેતી નથી, “ના કોઈ ના પગ મા” અને “ના કોઈ ની નજર” મા….✍

પેપરમાં આવતો “નિબંધ”અનેજીવનમાં બંધાતો “સંબંધ’જો મન ગમતો હોય નેતોનિબંધ માટે “શબ્દ”અનેસંબંધ માટે “લાગણી”કોઈ દિવસ નથી ખૂટતી.

મારી ભૂલ મને જ કહી દો,બીજા ને નહી,

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ “પર્સનાલિટી ” કહેવાય,જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ “કેરેક્ટર” કહેવાય

જિંદગી એ કિસ્મતનો ખેલ છે વ્હાલા..

જેટલુ મૉટુ સપનું હસે નેએટલી મૉટી તકલીફ હસેઅને જેટલી મૉટી તકલીફ હસે નેસાહેબએટલી જ મૉટી સફળતા હસે.

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.

અપમાન કરવુ એ કોઈના સ્વભાવ માં હોઈ શકે સાહેબ…પણ સમ્માન કરવુ એ આપણા સંસ્કાર માં હોવુ જોઈએ…

હમેશા હાજરી એવી આપો કે,ગેરહાજરી ની નોંધ લેવાય…!

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

જે સમયસર રીપ્લાઈ નથી આપતીએ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

” હું ના બોલું અને તોય તું સાંભળે, માટે જ તારું નામ ‘ઈશ્વર’અનેતું ના બોલે…. તોય મને સંભળાય એનું નામ ‘શ્રદ્ધા’ !!”

ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,હા મારી કિંમત નથી,તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું,..

માણસ તો સિમ્પલ છે ખાલી,માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,એમ એમ વધારે ગમતી જાય છે.

એ જિંદગી જરાક હસનેસેલ્ફી લેવી છે તારી સાથે.

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.

અંકો ની વ્યાખ્યાપણ કેવી વિચિત્ર કહેવાયજ્યારે કમાવા જાવત્યારે ૧ કરતા ૨ મોટો ગણાયઅને સ્પર્ધા માં હોવત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,તું મારા ઘર ને મારું ઘર થવા દેઘણી મેહનત કરી છે જિંદગી ભર,હવે પરસેવા ને અત્તર થવા દે…

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો,આજે કેટલાય પરીવારો સાથે હોત.

તમે જ્યારે કોઈને મદદ કરવા લાયક બનો છો ત્યારે એવુ વિચારી ખુશ થજોકે તે વ્યક્તિ એ કરેલી પ્રાર્થનાઓનો જવાબ ઈશ્વર તમારા વડે આપી રહ્યા છે.

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.

તુ માત્ર whatsapp મા block કરી શકીશ,હ્રદય મા block કરવાનુ option નથી.